Sunday, May 17, 2015

એક વાર્તામાંથી શૃંગારિક વર્ણન

કોઇ વાર્તામાં આવેલું નાયિકાનું શૃંગારિક વર્ણન બહુ ગમી ગયેલું એ ડાયરીમાં નોંધ્યું હતું. સંભવિતપણે નસીર ઈસ્માઈલીની વાર્તા હશે:

સહેજ લાંબી, સા...રે...ગ...મના ખૂબસૂરત આરોહ-અવરોહ જેવી ચુસ્ત, સપ્રમાણ, સવળોટી કાયા, ચંપાવર્ણી મખમલી ત્વચા, આછી સોનેરી ઝાંયવાળો મેઘાડંબરી કાળો કેશ-કલાપ, આંખ ઊઠાવવાનું મન ન થાય એવો ઘાટીલો અનાર-ગુલાબી ચહેરો, કમળપત્ર જેવી સુકુમાર, નિર્દોષ કાજલી આંખો, આવ આવનું ચુંબકીય આમંત્રણ આપતા હોય એવા ઘાટીલા સ્ફટિકી સ્તનો, અને ફૂલવેલ જેવા કમરના પાતળા વળાંકમાંથી ઉપસીને હિલોળાતાં મસૃણ નિતંબ....

No comments:

Post a Comment