Saturday, May 16, 2015

સંબંધોનું ગણિત (નેહલ મહેતા)

સાદી ભૂમિતિમાં ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, રેખા, બિંદુ, વર્તુળ વગેરે હોય છે. સંબંધોની ભૂમિતિમાં પ્રણયનો ત્રિકોણ, એની ચર્ચાનો ચતુષ્કોણ, પ્રપંચનો પંચકોણ, સૅક્સનો ષટકોણ કે સપ્તકોણ, અદેખાઈનો અષ્ટકોણ, રાગની રેખા અને વેદનાનું વર્તુળ હોય છે. આ બધામાં રહેલાં બખેડાઓનાં બિંદુ જોડતાં બહુકોણ બને છે. ફૂટપટ્ટી લઈને અંતર માપતી વખતે ક્યારે કયા સંબંધની રેખા વાંકી વળી જશે એ કહી શકાતું નથી. આપણે આપણી કામનાઓના બિંદુઓને જોડીને રેખા બનાવીને તેનું અંતર માપીએ છીએ ત્યારે આપણને ખબર હોતી નથી કે વાસ્તવમાં એ અંતર જ આપણને માપી રહ્યું હોય છે.

(દાયકા જૂના આર્કાઈવ્ઝમાંથી)

No comments:

Post a Comment