Thursday, April 2, 2015

આમ આદમી પાર્ટીની ટ્રેજડી વિશે કેટલાંક શેર

ગઈકાલ સુધી મૂલ્યનિષ્ઠ અને લોકલક્ષી (ઉર્વિશ કોઠારીનો મનપસંદ શબ્દ!) રાજકારણના એક આશાસ્પદ કિરણ તરીકે જેની ગણત્રી થતી હતી એ આમ આદમી પક્ષ હવે આંતરિક કલહ અને વિખવાદોને કારણે પ્રજાનો વિશ્વાસ તોડી રહેલો જણાય છે ત્યારે આ સ્થિતિમાં કેટલાંક શેર સૂઝે છે, એ પ્રસ્તુત છે:

મારી સમજણના છેડા પર જેની પક્ક્ડ ભારી છે,
મોડે મોડે જાણ થઈ એ માણસ ધંધાદારી છે.
(ચંદ્રેશ મકવાણા 'નારાજ')

શુદ્ધિનો ઠેકો લઈને બેઠી હતી 
એ જમાત આખી શરાબી નીકળી
(અમૃત ઘાયલ)

નવો આજનો આ જમાનો નવો અહીંનો દસ્તૂર છે,
કરાવે નશામુક્ત એ ખુદ નશામાં થયા ચૂર છે.
(નેહલ મહેતા)

No comments:

Post a Comment